કલ્યાણપુરથી આશરે સતર કિલોમીટર દૂર ભાટિયા તથા ભોગાત માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 વાય 5580 નંબરના રીક્ષા ચાલક નારુ મંગાભાઈ રુડાચ (રહે. ભોગાત) દ્વારા અકસ્માત સર્જાતા આ માર્ગ પર જઈ રહેલા ભોગાત ગામના પુનીબેન હરદાસભાઈ લુણા નામના 50 વર્ષીય મહિલાને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું. જયારે અન્ય એક મહિલા સાહેદ જાઈબેનને પણ નાની મોટી ઈજાઓ થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર ભારાભાઈ હરદાસભાઈ લુણાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રિક્ષાચાલક નારૂભાઈ રૂડાચ સામે આઈ.પી.સી. કલમ 279, 304 (અ), 337, 338, તથા એમ.વી. એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.