કાલાવડમાં બાંગા ગામથી લલોઇ ગામ તરફ જતા રોડ પરથી પસાર થતાં શખ્સને પોલીસે 18 નંગ દારૂની બોટલો સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, બાંગા ગામથી લલોઇ ગામ તરફ જતાં રોડ ઉપરથી પસાર થતાં કુંવરસિંહ ગોહયડાભાઇ કોલછીયા નામના શખ્સને આંતરીને તપાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.9000ની કિંમતની 18 નંગ દારૂની બોટલ મળી આવતાં પોલીસે દારૂ કબ્જે કરે શખ્સની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.