ખંભાળિયા – લાલપુર હાઈ-વે પર આશરે દસ કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહેલા જી.જે. 13 એ.ડબલ્યુ. 6118 નંબરના મહિન્દ્રા કંપનીના છોટાહાથી પીકઅપ વાહનનું ટાયર એકાએક ફાટતા આ છોટા હાથી રોડની એક બાજુ પલટી ખાઈ ગયું હતું.
આ અકસ્માતમાં આ વાહનમાં જઈ રહેલા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પ્રભુજી પીપડીયા ગામના રહીશ શોભનાબેન રમેશભાઈ વાઘેલા નામના 48 વર્ષના મહિલાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર અશ્ર્વિનભાઈ રમેશભાઈ વાઘેલાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે છોટા હાથી પીકઅપ વાનના ચાલક જયેશભાઈ કારાભાઈ વાઘેલા સામે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.