ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર સંચાલિત હાપા માર્કેટ યાર્ડમાં સૌપ્રથમ વખત કલંજીની 70 ગુણીની આવક થઇ હતી.
ખંભાળિયા તાલુકાના ખેડૂત આ કલંજી યાર્ડમાં વહેંચવા માટે લાવ્યા હતાં. જેનો હરાજીમાં એક મણના રૂા. 2440 થી 2720નો ભાવ બોલાયો હતો. ઉલ્લેખનિય છે કે, કલંજીનો ઉપયોગ ઔષધિરૂપે દવામાં વાપરવામાં આવે છે. તેમ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલની યાદી જણાવે છે.