જામજોધપુરમાં કડવા પાટીદાર સમુહ જ્ઞાતિ ભોજન સમારોહ તેમજ સંતોકી અતિથી ભવન દાતા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સવારે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં શહેરનું વિકમ જનક 456 બોટલ રક્ત એકત્ર થયું હતું. ત્યારબાદ જલારામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી તેમજ મીની બસ સ્ટેન્ડ પાસે સરદાર પટેલની પ્રતિમાને અગ્રણીઓ દવારા ફુલહાર કરાયા હતાં. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી. જેમાં વિશાળ સંખ્યામાં કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈ બહેનો જોડયા હતા. આ શોભાયાત્રા આહિર સમાજ, લુહાર સમાજ, બ્રહ્મ સમાજ, લોહાણા સમાજ, દલિત સમાજ, રબારી જ્ઞાતિ સમાજ, મોચી જ્ઞાતિ,દશનામ ગોસ્વામી સમાજ, સોની સમાજ સહિત વિવિધ સમાજો દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું અને શોભાયાત્રામાં પણ જોડયા હતા. આમ વિવિધ સમાજો આ કાર્યકમમાં જોડાતા જામજોધપુર શહેરની સમરસતા અને એકતાના દર્શન થયેલ તેમજ રાત્રે ધર્મશાળાના મેદાનમાં શ્રીનાજીની ઝાંખીનો કાર્યકમ યોજાયો હતો. જે કાર્યક્રમ શહેરના હજારો લોકોએ માણ્યો હતો.