Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરકે.ડી. શેઠ ઉપાશ્રયમાં પર્યૂષણપર્વની ઉજવણી

કે.ડી. શેઠ ઉપાશ્રયમાં પર્યૂષણપર્વની ઉજવણી

- Advertisement -

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવના આજ્ઞાનુવર્તા પારસ પરિવારના સરલ સ્વભાવી પૂ. વિમલાજી મહાસતિજી આદી યાણા-3ના સાનિધ્યમાં પર્યૂષણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ગતસાલ કોરોના મહામારીના કારણે સરકારી ગાઇડલાઇનને કારણે સામુહિક ધર્મ આરાધના શકય ન હતી. તેથી આ વર્ષે આરધકોમાં ઉત્સાહના પૂર આવ્યા હતાં અને દરેક કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતાં.

પર્યૂષણ પર્વ દરમિયાન દરરોજ નવા-નવા વિષયો પર વ્યાખ્યાન, બપોરના ગેઇમ, પ્રતિક્રમણ યોજાયા હતાં. મહાવીર જન્મ વાંચનના દિવસે ઉપાશ્રયમાં પ્રથમ વખત જ અનોખી રીતે તપ-ત્યાગથી ચૌદ મહા સ્વપ્નોની ઉછામણી કરવામાં આવેલ હતી. જેમાં અનેક આરાધકોએ આજીવન મોબાઇલ ગેઇમ ત્યાગ, રાત્રીભોજન ત્યાગ, સચેત પાણી પીવાનો ત્યાગ, મેઇકઅપ ત્યાગ, દ્રવ્ય મર્યાદા, વસ્ત્ર મર્યાદા આદી નિયમો ગ્રહણ કરી સ્વપ્નનો લાભ લીધેલ હતો. તેમજ રૂા. 18 હજાર જેવી રકમ જીવદયામાં વાપરવાનો લાભ લીધેલ હતો.

સાતમા દિવસે બાળકોની વિશિષ્ટ વેશભૂષા કાર્યક્રમ યોજાયેલ હતો. જેમાં જીજ્ઞાજી મ.સ. (સાધ્વીજી) ચંદનબાળા, ત્રિશલા, સુલસા, ચૌરેન્દ્રીયજીવ, નારકી, મોબાઇલ પીઢ શ્રાવક મરિચિ આદિ અનેક જુદા જુદા પાત્રોની પ્રસ્તુતિ કરેલ હતી. પર્યૂષણ પર્વ દરમિયાન તપશ્ર્ચર્યાની પણ હેલી વરસી હતી. જેમાં 16 ઉપવાસ 1, 9 ઉપવાસ 5, 8 ઉપવાસ 17, 6 ઉપવાસ 2 એમ કુલ 25 મોટી તપશ્ર્ચર્યા તથા 20 સ્થાનક તપ 18 બાલ શ્રાવક આરાધનામાં 57 બાળકો જોડાયા હતાં. દરેક તપસ્વીઓનું બહુમાન તા. 19ના વ્યાખ્યાનમાં યોજાયેલ હતું. સંઘ તથા દાતા પરિવાર તરફથી રોકડ તથા ભાનુબેન કે.ડી. શેઠ પરિવાર હ. સ્મિતા-મોના સકળ તરફથી રજનગિનીથી બહુમાન કરવામાં આવેલ હતું. આઠ દિવસ દરમિયાન પ્રભાવના નકરાની રકમમાંથી સાતાકારી દ્રવ્યોની પ્રભાવના કરવામાં આવેલ હતી. પૂ. વિમલાજી મ.સ., પૂ. પદમાજી મ.સ. તથા પૂ. જીજ્ઞાજી મ.સ.ની પ્રેરણા તથા કૃપાદ્રષ્ટિ તેમજ સંઘ પ્રમુખ દિનેશભાઇ શાહના નેતૃત્વ નીચે લાલુભાઇ કોઠારી, હિતેષભાઇ ખજુરીયા, રાજુભાઇ શાહ, બિપીનભાઇ શેઠ, વિમલભાઇ મહેતા, અજયભાઇ શેઠ, નયનાબેન મહેતા, આશાબેન ખજુરીયા વિગેરેએ વ્યવસ્થામાં સુંદર સહકાર આપેલ હતો.

પર્યૂષણ દરમિયાન જામનગરના પ્રથમ જૈન મહિલા મેયર બીનાબેન કોઠારી, ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, નિલેષભાઇ કગથરા વિગેરેએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ રીતે પર્યૂષણ અનેકને જગાડતા નવચેતનનો સંચાર કરી ઉજવાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular