માહિતી નિયામકની કચેરી તથા જિલ્લા તંત્રમાં હાલ જુનિયર કલાર્ક વર્ગ-3 તરીકે ફરજ બજાવતાં બાર કર્મચારીઓને સિનિયર કલાર્ક વર્ગ-3 તરીકે હંગામી ધોરણે બઢતી આપવામાં આવી છે.
જેમાં દેવભુમી દ્વારકા જિલ્લા માહિતી કચેરીમાં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતાં એચ.એ.ગોજીયાને દ્વારકા જિલ્લા માહિતી કચેરીમાં સિનિયર કલાર્ક તરીકે બઢતી આપવામાં આવી છે. તેમને એસ.એન.જાડેજાની બઢતીથી ખાલી પડેલ જગ્યાઓ પર નિયુકિત આપવામાં આવી છે.