Monday, January 12, 2026
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન

સમગ્ર રાજ્યમાં ભારે ઉત્તેજના સાથે મહત્વની બની રહેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાઓ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે રવિવારે બપોરે યોજવામાં આવી હતી. જે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.

- Advertisement -

દ્વારકા જિલ્લામાં નોંધાયેલા કુલ 10,140 વિદ્યાર્થીઓ પૈકી કુલ 4,156 વિદ્યાર્થીઓએ ગઈકાલે પરીક્ષા આપી હતી. આ પરીક્ષાના સુચારું આયોજન માટે અહીંના જિલ્લા વિકાસ અધિકારી ધાનાણી તેમજ ડેપ્યુટી ડી.ડી.ઓ. નીનામા દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પરીક્ષા માટે નજીકના પોરબંદર, રાજકોટ, મોરબી હળવદ સહિતના જિલ્લાઓ – તાલુકાઓમાંથી આવતા પરીક્ષાર્થીઓ માટે અહીંના એસટી તંત્ર દ્વારા બસની નવ ટ્રીપ ફાળવવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ ગેરરીતી ન થાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિત 3 ડી.વાય.એસ.પી., 4 પી.આઈ., 7 પી.એસ.આઈ . તથા એ.એસ.આઈ. સહિત 200 જેટલા જવાનો ફરજ પર રહ્યા હતા. જુનિયર ક્લાર્કની આ પરીક્ષામાં આશરે 41 ટકા જેટલા પરીક્ષાર્થીઓ સહભાગી થયા હતા અને કોઈ પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular