Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાજયસભાની 57 બેઠક માટે 10 જૂને ચૂંટણી

રાજયસભાની 57 બેઠક માટે 10 જૂને ચૂંટણી

- Advertisement -

દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો પર 10મી જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે બહુમતીથી દૂર રહેવાની શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ’આપ’નું કદ વધશે.

- Advertisement -

ચૂંટણી પંચે ગુરૂવારે જાહેરાત કરી હતી કે જૂન અને ઑગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપના સતિષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો 21મી જૂન અને 1લી ઑગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે.
કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ 2024માં આવશે. રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ 11 બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 6-6, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી 4-4, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં 3-3, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તિસગઢ તથા તેલંગાણામાં 2-2 તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular