રાજકોટમાં પાટીદાર સમાજની બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ લોહીલોહીયાણ બન્યો છે. રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપા અગ્રણી તથા સરદાર ધામના ઉપપ્રમુખ ઉપર પોલીસ ઈન્સ્પેકટર દ્વારા હુમલો કર્યાની ઘટના ચર્ચાનો મુદ્દો બની છે. આ હુમલામાં ગંભીર ઈજા પામનાર સરદાર ધામના ઉપપ્રમુખને સારવાર માટે તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સમગ્ર ઘટનાની જાણ થતા પાટીદાર સમાજના આગેવાનો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
View this post on Instagram
રાજકોટમાં રહેતા અને જાણીતા ઉદ્યોગપતિ પૂર્વ કોર્પોરેટર અને સરદારધામ સંસ્થાના ઉપપ્રમુખ જયંતીલાલ કરશનભાઈ સરારા નામા પ્રૌઢ સોમવારે રાત્રિના સમયે મવડી કંકોટ રોડ પર એક લગ્ન સમારંભમાં હાજરી આપવા ગયા હતાં ત્યારે જૂનાગઢ ખાતે પીઆઇ તરીકે ફરજ બજાવતા સંજય પાદરીયા તેમની સાથે બહાર આવ્યા હતાં અને ખોડલધામ અને સરદારધામના ફંડ બાબતે ચર્ચા કરી હતી અને તમે હમણા ખોડલધામમાં ઈન્વોલ રહેતાં નથી અને સરદારધામમાં ફંડ અપાવો છો તેમ કહી બોલાચાલી કરી હતી.
ને પીઆઈ સંજય પાદરીયા રિવોલ્વર કાઢી જયંતીભાઈ સરધારાને માથા અને નાક ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા જયંતીભાઈ સરધારાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ બનાવની જાણ થતા પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતાં.


