Monday, January 12, 2026
Homeરાજ્યગુજરાતચોટીલા મંદિરના રોપ-વે મુદ્દે ચૂકાદો અનામત

ચોટીલા મંદિરના રોપ-વે મુદ્દે ચૂકાદો અનામત

ચોટીલા પર રોપ-વે પ્રોજેક્ટના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં તમામ પક્ષકારોની લંબાણપૂર્વકની દલીલો પૂર્ણ થતાં એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઇ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં અરજદાર ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ-ચોટીલા તરફથી અગાઉ એવી દલીલ કરવામાં આવી હતી કે,‘રોપ-વે બનાવવાનું કામ અત્યંત ગંભીર પ્રકારનું છે અને અનેક પ્રકારની ટેકનિકલ તજજ્ઞતાની જરૂર હોય છે. વર્ષે અહીં 25 લાખ ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે. તેથી સીડીની સાથે જો અહીં રોપ-વે પણ હોય તો ભક્તોને સરળતા થશે એવો પ્રસ્તાવ સરકારને ખુદ અરજદાર ટ્રસ્ટે જ કર્યો હતો. 2008માં ટ્રસ્ટના પ્રસ્તાવના અનુસંધાને કામની શરૂઆત કરીને પ્રતિવાદી કંપનીને જાહેર હરાજી કે ટેન્ડર વિના રોપ-વેના કામનો કોન્ટ્રાક્ટ આપવાનો યેનકેન પ્રકારે પ્રયત્ન થઇ રહ્યો છે. આ વાતને 15 વર્ષ વીતી ગયા છે અને હજુ પણ પરિસ્થિતિ એવી ને એવી જ છે. પ્રતિવાદી જે ટેકનોલોજી રોપ-વેમાં વાપરવામાં છે.

- Advertisement -

એ હવે આઉટડેટેડ થઇ ગઇ હોવાનું ખુદ સરકારે વર્ષ 2011માં કરવામાં આવેલી પિટિશનના જવાબમાં કબૂલ્યું હતું.’ અરજદાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે,‘અરજદાર જે સિસ્ટમની ભલામણ કરી રહ્યા છે અને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ છે. રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી આવતા અનેક દર્શાનાર્થીઓ તેનાથી લાભાંવિત થશે. ખાસ કરીને તેની કોસ્ટ (ચાર્જ) દરેકને પોસાય એવી હોઇ શકે. સરકાર જે કંપનીને એરિઅલ રોપ-વેનો કોન્ટ્રાક્ટ આપવા માગે છે એના પ્રતિ વ્યક્તિ રૂપિયાની સામે અરજદાર જે સિસ્ટમનો પ્રસ્તાવ મૂકી રહી છે એમાં ભક્તોને ઓછો ખર્ચ થશે.’ અરજદાર તરફથી ઊભા કરવામાં આવેલા મુદ્દાના આધારે જવાબ આપતાં સરકારે હાઇકોર્ટને જણાવ્યું હતું કે,‘આ સમગ્ર પ્રકરણમાં પહેલાં દિવસથી જ બે કંપનીઓ જ સામે આવી છે. સરકાર સામે પાંચ કે છ કંપનીઓ નથી. તેની પાસે તો બે જ વિકલ્પ છે. આ પ્રોજેક્ટની જાહેરાત વિસ્તારપૂર્વક કરવામાં આવી હતી અને જો તેમાં કોઇને રસ હોત તો એ સામે આવ્યા હોત. પરંતુ આ બે કંપની સિવાય કોઇ સામે આવ્યું નથી. ત્યારે કયા આધારે અરજદાર કહી રહ્યા છે કે આ જોખમી પ્રોજેક્ટ છે. હજુ તો આ પ્રોજેક્ટ ગર્ભાવસ્થામાં છે અને તેણે દિવસનો પ્રકાશ પણ જોયો નથી. અરજદાર ચેરિટેબલ ટ્રસ્ટ છે અને એવો દાવો કરી રહ્યા છે કે તેમને પ્રોજેક્ટ મળે તો તેઓ નવા આઇડિયા સામે લાવશે. ટ્રસ્ટને કોઇ પણ એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ નથી, ત્યારે તેઓ કઇ રીતે આ દાવો કરી રહ્યા છે. જો કે આ કેસ રોપ-વેના એન્જિનિયરિંગના વિષયનો નથી.’

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular