Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા જામનગરથી જૂનાગઢ-સત્તાધારનો પ્રવાસ

જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા જામનગરથી જૂનાગઢ-સત્તાધારનો પ્રવાસ

- Advertisement -

વર્ષના 365માંથી 360 દિવસ અને દરેક દિવસના 24 કલાકમાંથી લગભગ 18 કલાક કાર્યરત રહેતા અખબારી વિતરકો માટે શિયાળો, ઉનાળો, ચોમાસુ બધી ઋતુ સરખી જ હોય છે. તેમના જીવનમાં વસંત ઋતુ એટલે માત્ર 26 જાન્યુઆરીનો 1દિવસ, આ દિેવસે તમામ વિતરકો વર્ષભરની મથામણ એકબાજુ મુકીને એક દિવસના પ્રવાસ માટે રવાના થાય છે. જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ પણ છેલ્લા 17 વર્ષથી દર 26 જાન્યુઆરીની રજા દરમ્યાન વાર્ષિક અધિવેશન અને પ્રવાસનું આયોજન કરે છે.

- Advertisement -

આ પરંપરા જળવાઇ રહે અને મંડળના સભ્ય-વિતરકો મોજ માણી શકે તે હેતુથી દર વર્ષે એક દિવસનું આયોજન કરાય છે. તા.26 જાન્યુઆરીને રાત્રે 8 વાગ્યે જામનગરથી નિકળી જુનાગઢ, સતાધાર, તોરણીયા સહિતના સ્થળોએ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસેથી 26 જાન્યુઆરીને બુધવારે રાત્રે 8 વાગ્યે પ્રવાસની બસ રવાના થઇ જામનગરથી નિકળી જુનાગઢ, સતાધાર, તોરણીયાનો પ્રવાસ કરી અન્ય જોવા લાયક સ્થળોની મુલાકાત લઇ તા.27 ને ગુરૂવારના રાત્રે પરત ફરશે. તો આ પ્રવાસમાં જોડાવવા માંગતા જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળના સભ્યોએ પ્રમુખ લાલુભા પી.જાડેજા (મો.નં. 98242 48373), મંત્રી સુરેશ રૂપારેલ (મો.નં.97236 90185), ખજાનચી મનોજભાઇ ચૌહાણ (મો.નં.98250 21040), ઉપપ્રમુખ દિનેશભાઇ ચોખલીયા (મો.નં.94287 27648) તથા પૂર્વ પ્રમુખ કે.પી. જાડેજા (મો.નં.93281 04182) તેમજ દિલાવર બ્લોચ (મો.નં.63554 25215) નો સંપર્ક કરવો. મર્યાદિત સંખ્યા હોય, વ્હેલો તે પહેલાના ધોરણે નોંધણી કરવામાં આવશે. આવનાર સભ્યોએ કોવિડ પ્રોટોકોલના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે તેમ સંસ્થાની યાદી જણાવે છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular