Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતસોમનાથ મહાદેવ મંદિરે આતંકી હુમલા જેવી પરિસ્થિતિ માટે NSG-પોલીસ અને ટ્રસ્ટનું સંયુક્ત ઓપરેશન -...

સોમનાથ મહાદેવ મંદિરે આતંકી હુમલા જેવી પરિસ્થિતિ માટે NSG-પોલીસ અને ટ્રસ્ટનું સંયુક્ત ઓપરેશન – VIDEO

અંતે મોકડ્રીલ જાહેર કરાતા રાહતનો શ્વાસ

ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિંદુઓની આસ્થાનું તીર્થક્ષેત્ર સોમનાથ મહાદેવ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થાની સજ્જતાની તપાસ માટે વિશેષ ‘મોક-ડ્રિલ’ યોજાઈ હતી. દર વર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીં દર્શનાર્થે પહોંચતા હોય તેવા સંવેદનશીલ અને ભીડભાડવાળા સ્થળે આતંકી હુમલા જેવી આપાતકાલીન પરિસ્થિતિ સર્જાય તો સુરક્ષા તંત્ર કેટલું તૈયાર છે તેની કસોટી કરવાનો આ મુખ્ય હેતુ હતો. દેરરાતથી વહેલી સવાર સુધી ચાલેલી આ મોકડ્રિલનું નેતૃત્વ નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) એ કર્યું હતું. NSG સાથે ગુજરાત પોલીસ, જિલ્લા પ્રશાસન, આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ અને સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. વાસ્તવિક પરિસ્થિતિ જેવો આકાર આપવા માટે મંદિર પરિસરમાં ‘બ્લેકઆઉટ’ સહિતના અનેક સંજોગો સર્જવામાં આવ્યા હતા અને તે દરમિયાન સુરક્ષા દળોની ચેતનતા તથા પ્રતિસાદની ઝડપની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.

- Advertisement -

આ અભ્યાસ દરમિયાન આપાતકાલીન ક્ષણે શ્રદ્ધાળુઓને કેવી રીતે સુરક્ષિત રીતે બહાર કાઢવા, વિવિધ સરકારી વિભાગો વચ્ચે જરૂરી સંકલન કેવી રીતે જાળવવું અને ઈજા પામનારાઓને શક્ય તેટલી ઝડપથી તબીબી મદદ કેવી રીતે પહોંચાડવી જેવા મહત્વના મુદ્દાઓનું મૂલ્યાંકન થયું હતું. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર, દિગ્વિજય દ્વાર, હમીરજી સર્કલ, ગૌરીકુંડ, લિલાવતી ભવન અને સાગર દર્શન સુધીના તમામ સુરક્ષા પોઈન્ટ્સ પર પેટ્રોલિંગ અને ચકાસણી કરવામાં આવી હતી. તે ઉપરાંત મંદિરના પાછળના દરિયાકિનારા વિસ્તાર તથા વોક-વે પરની સુરક્ષા વ્યવસ્થા પણ કડક પરીક્ષણ હેઠળ લેવામાં આવી હતી. મહત્વના ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે સોમનાથ મંદિર કોઇપણ સંભવિત જોખમ સામે સંપૂર્ણ રીતે સજ્જ રહે તે માટે આ મોક-ડ્રિલ અત્યંત ઉપયોગી સાબિત બની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular