પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદરેથી 120 કિલો હેરોઇનનું કન્સાઇનમેન્ટ મંગાવીને મોરબીના ઝીંઝુંડા ગામમાં રહેતા સમસુદ્દોન હુસેનમિયા સૈયધ્ના નવા મકાનમાં છુપાવ્યું હતું. 600 કરોડનો જથ્થો ગુજરાત 413ની ટીમે ત્રણ આરોપી સાથે જમ કરી લીયો હતો. આ કન્સાઇનમેન્ટ પંજાબ મોકલવાનું હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે. પોલીસે પંજાબના આરોપીને આઇડેન્ટીફાઇ કર્યા છે. જેમાંથી પાંચ આરોપીને ધ્બોચી લીયા હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાનથી 600 કરોડનું ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ મોકલનાર ઝાહીદ બલોચના પિતા બશીર બલોચની પણ ઇન્ડોનેશિયામાં બીજા 600 કરોડના હેરોઇન સાથે ઝડપાયો હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળ્યું છે. જો કે એટીએસ ની ટીમ નજીકના ધ્વિસોમાં હેરોઇનના કેસમાં મોટા ખુલાસા કરશે તેમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે.
પોલીસસૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ગુજરાતમાં ઉપયોગ થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, 1600 કિ.મીના દરિયા કિનારો ધરાવતાં ગુજરાતના દરિયાકાંઠાના રૂટનો ડગ્સની હેરાફેરી માટે ઉપયોગ થઇ રહ્યો છે. આ અંગે ડીઆઇજી હીમાંશુ શુક્લાએ જણાવ્યું છે કે, 600 કરોડના હેરોઇન કેસમાં નજીકના દિવસોમાં મોટા ખુલાસા કરવામાં આવશે. આરોપીઓ હેરોઇન ધૂસાડવા માટે વેગનાર કારની પાછળની લાઇટની પાછળ એક ગુપ્ત ખાનુ બનાવ્યું હતું. તે ખાનામાંથી હેરોઇન દરિયાઇમાર્ગે પંજાબ મોકલવાનું હતું. તેમજ પકડાયેલા ત્રણ આરોપી મુખ્તાર હુસેન ઉર્ફે જબ્બાર હાજુ નુર મોહમ્મદ રાવ, સમસુદીન હુસેનમિયા યદ અને ગુલામ હુસેન ઉમર ભગાડની પૂછપરછ કરતાં ધણા મોટા ખુલાસા થયા છે. ત્રણેયના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
જેના ધરે હેરોઇનનો જંગી જથ્થો થોડા ધ્વિસ પહેલા જ ઉતારાયો હતો હતો તે ઝીંઝુડા ગામના સમસુધ્દોન હુસૈનમિયા સૈયધ્ને આ ડ્રગ્સ સાચવવા બધલ રૂપિયા પાંચ લાખ મળનાર હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. તાંત્રિક વિષિ કરી લોકોને છેતરીને આ શખ્સ ડ્રગ્સ માફિયા બની ગયો હોવાનં ચોંકાવનારો વિગતો સામે આવી છે.
આરોપી સમસુદીનની પત્ની જોડિયા ગામની હોય તેણીને જબ્બારે બહેન બનાવી હોવાથી જબ્બાર અને સમસુદીન 7 વર્ષ પહેલા પરિચયમાં આવ્યા હતા અને ડ્રગ્સના કારોબારમાં હાથ કાળા કર્યા હતા.જો કે અત્યાર સુધી રૂપિયા 600 કરોડની કિંમતનું 1 20 કિલોગ્રામ ડ્રગ્સ હોવાનું જાહેર કરાયું હતું. જેમાં પોલીસ દ્વારા સત્તાવાર ગણતરીના અંતે રૂ.593,25 કરોડનો કિંમતનું 118 કિલોગ્રામ હેરોઇન હોવાનું આજે જાહેર થયું હતું.
આ ડ્રગ્સ પ્રકરણમાં જોડિયાનો મુખ્તાર હુશૈન ઉર્ફ જબ્બાર હાજી નૂરમોહમ્મદ રાવ મુખ્ય સૂત્રધાર હોવાનું અને ગુલામ ભગાડ જબ્બારનો માણસ હોવાનું ખૂલ્યું છે, જ્યારે ઈશા રાવ હાલ વોન્ટેડ છે. સમસુદીન હુસૈનમિયાં યદને તો આ ડ્રગ્સનો જથ્થો સાચવવા આપ્યો હતો. તેથી આ સૂત્રધારના ડ્રગ્સ ઉપરાંત અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિઓ માટે પાકિસ્તાન સાથે નાતો છે કે કેમ તે મુદ્દે પણ તપાસ ચલાવી રહો છે.