Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : શહેરમાં રઝળતા પકડાયેલા ઢોરને પાંજરાપોળ મોકલવા બે કરોડ ખર્ચશે જામ્યુકો

Video : શહેરમાં રઝળતા પકડાયેલા ઢોરને પાંજરાપોળ મોકલવા બે કરોડ ખર્ચશે જામ્યુકો

પ્રિ-મોન્સૂન કામગીરી માટે પણ એક કરોડથી વધુના ખર્ચને મંજૂરી : ઉંડ 1 થી પમ્પ હાઉસ સુધી 121 કરોડના ખર્ચે નવી પાણીની લાઇન નખાશે

- Advertisement -

જામનગર શહેરમાં રઝળતી હાલતમાં પકડેલા અને ઢોરના ડબ્બે પૂરેલા ઢોરને પાંજરાપોળમાં ખસેડવા માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર વર્ષે રૂા.2 કરોડનું ખર્ચ કરશે. જ્યારે શહેરમાંં પ્રિમોન્સૂન કામગીરી માટે રૂા.1 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. જામ્યુકોની સ્થાયી સમિતિમાં કુલ 127 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઉંડ 1 ડેમથી પમ્પ હાઉસ ફીલ્ટર પ્લાન્ટ સુધીની 900 એમ.એલ.ની પાઈપલાઈન નાખવાના 121 કરોડના ખર્ચનો પણ સમાવેશ થાય છે.

- Advertisement -

ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં જુદાં-જુદાં વિકાસ કામો માટે 127 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ત્રાસરૂપ રઝળતા ઢોરને પકડીને ડબ્બે પૂરવારમાં આવે છે. તંત્ર દ્વારા પકડવામાં આવેલા આ ઢોરને નિભાવવા માટે રાજ્યની અન્ય પાંજરાપોળમાં મોકલી આપવામાં આવે છે. આ ઢોરને ટ્રાન્સપોર્ટ કરવા માટે મહાનગરપાલિકા વર્ષે રૂા.2 કરોડનો ખર્ચ કરશે. આ ઉપરાંત ચોમાસુ નજીક આવી રહ્યું હોય, દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટેની જુદી-જુદી ખુલ્લી અને કવર કેનાલની સફાઈ તેમજ કેનાલ પરના નાનાં-નાનાં પુલિયાને મશીનરી વડે સફાઈ કરવા માટે રૂા.1 કરોડથી વધુના ખર્ચને પણ બહાલી આપવામાં આવી હતી. જામનગરની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઉંડ-1 ડેમથી પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાનટ સુધી 42 કિ.મી. ની 900 એમ.એમ.ની ડીઆઈ પાઈપલાઈન નાખવામાં આવશે. આ માટે રૂા.121 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના જુદાં-જુદાં વિસ્તારોમાં સીસી રોડ, આરસીસી બ્લોક વગેરે કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન ઉપરાંત ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, ઈન્ચાર્જ ડે. કમિશનર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર કોમલબેન પટેલ તથા જુદાં-જુદાં વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular