ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડીયા જામનગર બ્રાંચ દ્વારા તા.11 તથા 12 માર્ચના રોજ સુમેર કલબ ખાતે રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ હાર્મની લીગ મેચ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા, જામનગર બાર કાઉન્સીલ એસોસિએશન, ઈન્ડીયન, મેડીકલ એસોસિએશન – જામનગર, સેન્ટ્રલ, ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેકસ, ઈન્કમટેકસ ડીપાર્ટમેન્ટ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ જામનગર, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ., સુમેર સ્પોર્ટસ કલબ, ઈન્ડીયન ડેન્ટલ એસોસિએશન – જામનગર અને જામનગર મહાનગરપાલિકા જેવી અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઈનલ મેચ જામનગર મહાનગરપાલિકા અને સુમેર સ્પોર્ટ્સ કલબ વચ્ચે રમાઈ હતી આ મેચમાં જામનગર મહાનગરપાલિકા ઈવેલનનો વિજય થયો હતો. જેમાં જામનગર મહાનગર પાલિકાના ક્રિકેટ ટીમના ક્રિકેટર વિજય બાબરીયા મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝ જાહેર થયા હતાં. જામ્યુકો કમિશનર વિજય ખરાડી દ્વારા ટીમનું સુકાન સંભાળી જામનગર મહાનગરપાલિકાની ટીમને વિજય અપાવ્યો હતો. તેમજ રમતવીરોમાં ઉત્સાહ વધાર્યો હતો.