જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 9ના રોજ 64 આસામીઓ પાસેથી રૂા. 15,57,089ની બાકી મિલકત વેરા વસુલાત કામગીરી કરી હતી. આ ઉપરાંત એક આસામીની મિલકત જપ્ત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકા કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકતવેરા ધારકો વિરુધ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરુપે મિલકતવેરા શાખા દ્વારા તા. 9ના વોર્ડ નં. 1માં એક આસામી પાસેથી રૂા. 11910, વોર્ડ નં. 2માં 11 આસામીઓ પાસેથી 1,82,297, વોર્ડ નં. 3માં બે આસામીઓ પાસેથી 21260, વોર્ડ નં. 4માં ત્રણ આસામીઓ પાસેથી રૂા. 50,319, વોર્ડ નં. 5માં 12 આસામીઓ પાસેથી 1,82,997, વોર્ડ નં. 6માં ત્રણ આસામીઓ પાસેથી 38,930, વોર્ડ નં. 8માં બે આસામીઓ પાસેથી 28,550, વોર્ડ નં. 10માં ત્રણ આસામીઓ પાસેથી રૂા. 42,268, વોર્ડ નં. 12માં એક આસામી પાસેથી રૂા. 15300, વોર્ડ નં. 13માં આઠ આસામીઓ પાસેથી રૂા. 2,89,590, વોર્ડ નં. 14માં ચાર આસામીઓ પાસેથી 1,35,584, વોર્ડ નં. 15માં છ આસામીઓ પાસેથી રૂા. 2,13,942, વોર્ડ નં. 17માં છ આસામીઓ પાસેથી રૂા. 3,14,292, વોર્ડ નં. 18માં એક આસામી પાસેથી રૂા. 17,500 અને વોર્ડ નં. 19માં એક આસામીઓ પાસેથી રૂા. 12,350 સહિત કુલ 64 આસામીઓ પાસેથી કુલ રૂા. 15,57,089ની વસુલાત કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. 13માં એક મિલકત જપ્ત કરવામાં આવી હતી.