જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પેપરલેસ વહીવટ કરવા માટે નવતર અભિગમ અપનાવી વેરા બિલો અને ડિમાન્ડ નોટીસ કે કોઇપણ જાતની નોટીસ ડિજિટલાઇઝ માધ્યમથી શરુ કરવા તૈયારી કરવામાં આવનાર હોય, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇડી મિલકતધારકો પાસેથી એકઠા કરવામાં આવશે. તેમજ હાલમાં મિલકતોની એસેમેન્ટ નોટીસની બજવણીની કામગીરી શરુ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2022-23ના વાર્ષિક મિલકત વેરા/વોટરચાર્જના બીલો તથા ચતુવર્ષીય આકારણી વર્ષ 2018-22 અંતર્ગત સર્વે/માપણી થયેલ મિલકતોની એસેસમેન્ટ નોટીસ (ખાસ નોટીસ) ડોર-ટુ-ડોર બજવણીની કામગીરી તા. 29થી શાખાના પટ્ટાવાળાઓ દ્વારા ડોર-ટુ-ડોર બજવણી કરવાની કામગીરી શરુ થઇ છે.
આજના ડિજિટલ યુગમાં સમય અને માનવ શક્તિનો બચાવ કરી શકાય તે હેતુસર આગામી સમયમાં જામનગર મહાપાલિકા અન્ય મહાનગર પાલિકાઓની માફક વખતોવખત જાહેર કરવામાં આવતી અલગ-અલગ યોજનાઓની માહિતી, વેરા બિલો, ડિમાન્ડ નોટીસ કે અન્ય કોઇપણ જાતની નોટીસ કે પત્ર ડિજિટલાઇઝ માધ્યમથી કે વિજાણુ માધ્યમથી મોકલવા માટે હકારાત્મક અભિગમ ધરાવતુ હોય, જેના ભાગરુપે ચાલુ વર્ષના વેરા બિલો તથા એસેસમેન્ટ નોટીસની ડોર-ટુ-ડોર બજવણી કરનાર શાખાના પટ્ટાવાળાઓને બીલ અથવા નોટીસ સ્વિકાર્યા બદલ શહેરના તમામ મિલકતધારકોને તેઓના મોબાઇલ (વ્હોટસએપ) નંબર તથા ઇ-મેઇલ આડીની અચુક નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યા છે. જે મિલકતધારકો પોતાની મિલકત વેરા/વોટરચાર્જની બાકી રકમ ભરપાઇ કરવા માગતા હોય અથવા વેરા બીલ ન મળેલ હોય તેઓ મહાનગર પાલિકાની વેબસાઇટ www. mcjamnagar.com પરથી પણ ડાઉનલોડ કરી શકાશે અથવા પોતાની મિલકતના એસેસી નંબર સાથે ભરપાઇ કરેલ વેરાની પહોંચ, જુના બીલનો કોઇ આધાર કે બીલને લગત અન્ય કોઇ આધાર સાથે રાખી બાકી વેરાની રકમ ભરપાઇ કરી શકશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા બજણી કરવામાં આવતી એસેસમેન્ટ નોટીસ અન્વયે લગત મિલકતધારકોએ પોતાની મિલકત સંબંધે મિલકત વેરાની કરવામાં આવેલ આકારણી સામે જો કોઇ વાંધો હોય તો તેના યોગ્ય કારણો સાથે લેખિત વાંધાઅરજી જરુરી આધાર-પુરાવાઓ સાથે આ એસેસમેન્ટ નોટીસ મળ્યાની તારીખથી 15 દિવસની અંદર સવારે 10:30 થી 1 તથા બપોરે 2 થી સાંજના 5 સુધીમાં કરી શકશે.
ચર્તુવર્ષીય આકારણી 2018-22 અંતર્ગત બજાવેલ એસેસમેન્ટ નોટીસ સંબંધે લેખીત વાંધાઅરજી, જામનગર મહાનગરપાલિકા, મિલકવેરા (કારપેટ એરીયા) શાખા, ત્રીજો માળ, જ્યુબીલી ગાર્ડન, લાલબંગલા ર્સકલ, જામનગર, શરુ સેકશન સીટી સિવિક સેન્ટર, જીએમબી ઓફીસ પાસે, સરુ સેકશન રોડ, જામનગર, રણજીતનગર સીટી સિવિક સેન્ટર નેવીલ પાર્ક સામે, શાક માર્કેટ, રણજીતનગર જામનગર, ગુલાબનગર સીટી સિવિક સેન્ટર, રેલવે ઓવરબ્રિજ પાસે, ગુલાબનગર, જામનગર ખાતે રજૂ કરી શકશે. બજવણી કરવામાં આવનાર એસેસમેન્ટ નોટીસ અંતર્ગત નિયત મુદ્તની અંદર પૂર્ણ વિગતો સાથે મિકલતધારક દ્વારા વાંધાઅરજી નહી કરવામાં તો બજવણી કરેલ. એસેસમેન્ટ નોટીસમાં દર્શાવેલ વિગતો તથા તે મુજબ મિલકત વેરાની કરવામાં આવેલ આકારણી સામે જે તે મિલકતધારકને કોઇ વાંધો નહીં તેમ ગણવામાં આવશે અને તે મુજબ મિલકત વેરો ભરવાને પાત્ર થશે. જેની દરેક મિલકતધારકો/કરદાતાઓને આથી જાણ કરવામાં આવે છે. તેમ જામ્યુકોની યાદી જણાવે છે.