હોળી ના પર્વ ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. હોળીના તહેવારોમાં પતાસા, ખજૂર, હાયડા સહિતની ચીજ વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. જેને લઇ જામનગર મહાનગરપાલિકા સતર્ક થઈ છે અને ફૂડ શાખા દ્વારા ચેકિંગ કામગીરી હાથ વધારવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરમાં પતાશા ના ઉત્પાદન કરતા સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ અને પતાશા, હાયડા, ખજૂર સહિતની વસ્તુઓના નમુના લેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ગઈકાલે ફુડ શાખા દ્વારા જામનગર શહેરમાંથી પનીરના નમુના લેવામાં આવ્યા હતા તેમજ બે દિવસ પૂર્વે ચોકલેટના નમૂના પણ લેવામાં આવ્યા હતા ત્યારે હોળીના પર્વ સુધી ફુડ શાખાની ચેકિંગ કાર્યવાહી અવિરત રહેવામાં આવનાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.


