ગુજરાતની તમામ મહાનગરપાલિકાની ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરાયું છે. જેમાં જામનગરની ટીમ ભાગ લેવા જઈ રહી છે. જેને જામનગરના પ્રથમ નાગરિક દ્વારા લીલીઝંડી અપાઈ હતી અને તેમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી તથા સુરતમાં ક્રિકેટ મેચ રમવા માટે જામનગરની ટીમ રવાના થઇ હતી.
સમગ્ર ગુજરાત રાજ્યમાં મહાનગરપાલિકાઓ વચ્ચે ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં જામનગરના મેયર બીનાબેન કોઠારીની મેયર ઇલેવન ભાગ લેવા જઈ રહી છેે. દરમિયાન આજે સવારે જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં મેયર બીનાબેન કોઠારી દ્વારા ટીમને લીલીઝંડી આપી વિદાયમાન અપાયું હતું. જે પહેલા જામ્યુકોની કચેરીમાં જામનગરની મેયર ઇલેવનની ટીમ વિજેતા બને તે માટે આરતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી.
ગુજરાત ઈન્ટર કોર્પોરેશન આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની ટીમના કેપ્ટન તરીકે કોર્પોરેટર કેતન નાખવા જોડાયા હતાં. જ્યારે તેઓની સાથે વિરોધપક્ષના નેતા આનંદ રાઠોડ-વાઇસ કેપ્ટન તેમજ વિકેટકીપર તરીકે સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારિયા. ઉપરાંત કોર્પોરેટરો દિવ્યેશ અકબરી, અલ્તાફ ખફી, ધર્મરાજસિંહ જાડેજા, ધવલ નંદા, જીતુ શિંગાળા, પાર્થ જેઠવા, જયરાજસિંહ જાડેજા, પૃથ્વીસિંહ ઝાલા, આશિષ જોશી, સુભાષ જોશી, ડેપ્યુટી મેયર તપન પરમાર, રાહુલ બોરીચા અને મેનેજર તરીકે નિલેશ કગથરા તેમજ પાર્થ કોટડીયા જોડાયા છે. સમગ્ર ટીમને વિદાયમાન આપીને વિજેતા બનવા માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.