Tuesday, March 11, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં હાપા સેલટર હોમની મુલાકાત લેતા જામ્યુકો કમિશનર

જામનગરમાં હાપા સેલટર હોમની મુલાકાત લેતા જામ્યુકો કમિશનર

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જામનગર-રાજકોટ હાઈવેની સમૂહ સફાઈ બાદ જામનગર મહાનગર પાલિકા સંચાલિત અને દિનદયાળ અંતયોદય યોજના – રાષ્ટ્રીય લાઈવલી હૂડ મિશન અંતર્ગત સરકાર સો ટકા ગ્રાન્ટ આધારિત હાપા વિસ્તારમાં આવેલ શેલટર હોમની મુલાકાત કમિશનર ડી.એન.મોદી દ્વારા લેવામાં આવી હતી તેમા આશ્રય લઇ રહેલા લોકો સાથે સંવાદ કરીને આપવામાં આવતી સુવિધાઓની માહિતી મેળવી હતી અને પ્રોજેક્ટ ઓફિસર અશોક જોશીને સવારના નાસ્તો તથા બપોરે તથા સાંજે જમવા માટે મેનૂ નક્કી કરીને તે મુજબ વ્યવસ્થા કરવી અને એસ્ટેટ શાખાની ટીમને વધુમાં વઘુ ઘરવિહોણા શ્રમિકો, ભિક્ષુકોને શિયાળા દરમિયાન શેલટર હોમમાં શીફટ કરવા સૂચના આપી છે આ મુલાકાત દરમિયાન ઈ.ચા. નાયબ કમિશનર જીગ્નેશભાઈ નિર્મલ, કાર્યપાલક ઈજનેર મુકેશભાઈ વરણવા, નરેશભાઈ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

જામનગર મહાનગર પાલિકા સંચાલિત હાપા તથા બેડી વિસ્તારમાં આવેલ શેલટર હોમમાં ઘરવિહોણા શ્રમિકો, ભિક્ષુકોને રહેવાની જમવાની, ન્હાવાના ગરમ પાણી સહિતની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામા આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular