Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરએક સપ્તાહમાં જામ્યુકોએ 116 ગાય અને 9 ખુટીયા પકડયા

એક સપ્તાહમાં જામ્યુકોએ 116 ગાય અને 9 ખુટીયા પકડયા

- Advertisement -

શહેરમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ભટકતા ઢોરોનો ત્રાસ દૂર કરવા જામનગર મહાનગરપાલિકા તથા પોલીસ ડિપાર્ટમેન્ટ ના સંયુક્ત પ્રયત્નથી 4-ટીમો મારફત સતત 2 શિફટમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોરો પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં ગત સપ્તાહ દરમિયાન કુલ 116 ગાયો અને 9 ખૂટ્યા ને પકડવામાં આવેલ છે તેમજ 51 દુધાળા તેમજ વાછરડા ધરાવતી ગાયોને દંડની વસુલાત કરી તેઓના માલિકને પરત કરવામાં આવેલ છે કુલ રૂ. 2.55000નો દંડ મનપા દ્વારા વસૂલ કરવામાં આવ્યો છે, આગામી સમયમાં આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવનાર હોય, ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે.

- Advertisement -

વધુમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉપરાંત લીલો કે સુકો ઘાસચારો ખવડાવવો અથવા ખવડાવવા દેવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જામનગરના સાધના કોલોની તથા પંચવટી વિસ્તારમાં જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા 10 ધંધાર્થીઓની ઘાસની જપ્તી કરવામાં આવેલ છે, ઘાસની જપ્તી કરેલ તમામ ઘાસ મનપા દ્વારા સંચાલિત ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યું છે. આથી જે પણ કોઈ વ્યકિત જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા અથવા તો ઘાસચારો નાંખતા માલુમ પડશે તો તેઓની સામે જાહેરમાં ત્રાસદાયી કૃત્ય કરવાની શિક્ષાાને પાત્ર થશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular