Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમિલકત વેરા, વોટરચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ માટે જામ્યુકોએ જાહેર કરી...

મિલકત વેરા, વોટરચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રકમ માટે જામ્યુકોએ જાહેર કરી વ્યાજ માફી યોજના

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા મિલકત વેરા, વોટર ચાર્જ અને વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમની વસૂલાત માટે વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

જામનગર મહાપાલિકા દ્વારા આવક વધારવાના પ્રયાસના ભાગરૂપે બાકી રોકાતી વેરાની વસુલાત ઝડપથી આવે તે માટે 100 ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષ 2006 સુધીની રેંટ બેઇઝ પધ્ધતિ મુજબની મિલકત વેરા તથા વોટર ચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધી આ યોજના અમલી રહેશે. આ ઉપરાંત 2006થી અમલમાં આવેલ કાર્પેટ બેઇઝ પધ્ધતિ મૂજબ બાકી વેરાની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના પણ 31 માર્ચ 2022 સુધી અમલમાં રહેશે.

આ ઉપરાંત જામનગર મહાપાલિકાની હદમાં વ્યવસાય કરતાં તમામ લોકોને નિયમ અનુસાર વ્યવસાય વેરો ભરપાઇ કરવાનો રહેશે. તે અનુસાર નાણાંકિય વર્ષ 2021-22 અંતર્ગત વ્યવસાય વેરાની પૂરેપૂરી રકમ ભરપાઇ કરનાર તમામ વ્યવસાય ધારકો માટે ત્રણ માસ એટલે કે, 1 એપ્રિલ થી 30 જૂન સુધી 100 ટકા વ્યાજ માફી યોજના પણ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ એટલે કે, 01 જુલાઇથી 31 માર્ચ 2022 સુધી 50 ટકા વ્યાજ રાહત આપવામાં આવશે. જામ્યુકો દ્વારા જાહેર કરવામાં આવેલી આ વ્યાજમાફી યોજનાનો લાભ લેવા માટે શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular