જામનગર જિલ્લા સહકારી બેંકના હોદેદારોની ચૂંટણીમાં જામનગરના જાણીતા ઉદ્યોગપતિ જીતુભાઇ લાલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે.જયારે વાઇસ ચેરમેન તરીકે બળદેવસિંહ જાડેજા તેમજ એમ.ડી. તરીકે ધરમશીભાઇ ચનિયારાની વરણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લા સહકારી બેંકના ડિરેકટરોની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીબ બાદ બેંકના હોદેદારોની ચૂંટણી આજે યોજવામાં આવી હતી. જેમાં અગ્રણી ઉદ્યોગપતિ અને લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ્ર લાલ ચેરમેન તરીકે ચૂૂંટાઇ આવ્યા હતા જયારે વાઇસ ચેરમેન તરીકે બળદેવસિંહ જાડેજા અને ધરમશીભાઇ ચનિયારા મેનેજિંગ ડિરેકટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. આ ચૂંટણીમાં રાજય સરકારના મંત્રીઓ રાઘવજી પટેલ અને મુળુભાઇ બેરા પણ ઉપસ્થિત રહયા હતા જેમણે બેંકના નવા ચૂંટાયેલા હોેદેદારોને શુભેચ્છા પાઠવી હતી. હોદેદારોની ચૂંટણી શરૂ સેકશન રોડ પર આવેલા સેવા સદનમાં યોજવામાં આવી હતી.