Friday, December 13, 2024
Homeરાષ્ટ્રીયજીયોએ આપી ન્યુયર ગીફટ : લોન્ચ કર્યો ન્યુયર પ્લાન

જીયોએ આપી ન્યુયર ગીફટ : લોન્ચ કર્યો ન્યુયર પ્લાન

- Advertisement -

જીયોએ લોન્ચ કર્યો નવો પ્લાન જે મર્યાદિત સમય માટે ઓફરમાં હશે. આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલીંગ, ડેટા અને એસએમએસના લાભ મળશે.

- Advertisement -

કંપની રૂા.2150 નો વધારાનો લાભ ઓફ ર કરી રહી છે. જેમાં શોપિંગ, વેબસાઈટ્સ, ફુડ ડિલિવરી એપ્સ અને ફલાઈટ બુકીંગ પ્લેટ ફોર્મ્સ પર ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. કંપનીનું કહેવું છે કે, આ પ્લાનને કારણે ગ્રાહકોને વાર્ષિક 400 રૂપિયાની બચત થશે. જો કે આ ઓફર મર્યાદિત સમય માટે જ છે.

જીયો ન્યુ યર વેલકમ પ્લાન 2025ની કિંમત પણ 2025 રૂપિયા છે. જેમાં ગ્રાહકોને 200 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાન દરરોજ 2.5 જીબી ડેટા સાથે આવે છે. એટલે કે, તમને સમગ્ર માન્યતા માટે 500 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. આ સિવાય કંપની અનલિમિટેડ 5 જી ડેટા પણ ઓફર કરી રહી છે.આ પ્રોપેડ પ્લાનમાં તમને અમર્યાદિત વોઇસ કોલિંગ અને ડેઈલી 100 એસએમએસનો લાભ મળશે. આ સાથે ગ્રાહકોને જીયો ટીવી, જીયો સીનેમા અને સાથે જીયોકલુડની મફત એકસેસ મળશે. જ્યારે અલગથી 29 રૂા. ચાર્જ ચૂકવતા જીયો સીનેમાની પ્રીમીયમ એકસેસ મળે છે. આ પ્લાન 11 ડિસેમ્બરથી શરૂ થયો છે. જ્યારે 11 જાન્યુઆરી 2025 સુધી જ ઉપલબ્ધ રહેશે. આ સાથે કંપની રૂા.2150 ના ફાયદા આપી રહી છે. જેમાં રૂા.500 ની એ જિયો કુપન સામેલ છે. જે 2500 ની ખરીદી પર રિડીમ કરી શકાય છે.

- Advertisement -

ઉપરાંત સ્વીગી પર 150 નું ડિસ્કાઉન્ટ જેના માટે તમારે એપ પરથી મિનિમમ 499 નો ઓર્ડર આપવો પડશે. Easemytrip.com પરથી ફલાઈટ બુકિંગ પર 1500 નું ડિસ્કાઉન્ટ મળશે. જિયોનો આ પ્લાન તે લોકો માટે સારો વિકલ્પ છે. જેઓ લાંબાગાળાની માન્યતા માટે પ્લાન ઈચ્છે છે આમાં ઓછા બજેટમાં 200 દિવસની માન્યતા, 2.5 જીબી દૈનિક ડેટા, અમર્યાદિત વોઇસ કોલિંગ અને દૈનિક એસએમએસ સહિત અન્ય લાભો મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular