જામનગર શહેરમાં ગુલાબનગર પાસે આવેલા મોહનગનર આવાસમાં રહેતાં જૈન પરિવારના ઘરના દરવાજા તોડી મકાનમાંથી 50 હજાર ચેઈન, એક વીટી સહિત 60 હજારની કિંમતના દાગીના ચોરીના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગરમાં આવેલા મોહનનગર આવાસમાં બ્લોક નં.16 અને મકાન નં.230 માં રહેતાં રિટાબેન રાજેશભાઈ સુખડિયા નામના જૈન મહિલાના બંધ ઘરમાં તા.30 માર્ચના રોજ રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ દરવાજાના નકૂચા તોડી ઘરમાં પ્રવેશી લોખંડના કબાટનો દરવાજો અને અંદરનું ખાનુ તોડી તેમાં રાખેલો રૂા.50 હજારની કિંમતનો સવા તોલાનો સોનાનો ચેઈન અને 10 હજારની કિંમતની સોનાની વીંટી મળી કુલ રૂા.60 હજારના કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતાં. આ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એન.વી. હરિયાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી.