જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા પુષ્પક પાર્કમાં રહેતા યુવકના મકાનમાંથી અજાણ્યા તસ્કરોએ તાળા તોડી લેપટોપ અને સોના-ચાંદીના દાગીના સહિત રૂા.61,400 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા પુષ્પક પાર્કમાં બંગલા નંબર-59/3 માં રહેતા વૈભવભાઈ શ્યામલાલભાઈ બૌધ્ધ નામના વિદ્યાર્થી તથા તેમના પરિવારજનો ગત તા.6 જાન્યુઆરીથી તા.10 જાન્યુઆરી સુધીના સમય દરમિયાન બહારગામ ગયા હતાં ત્યારે અજાણ્યો તસ્કરો બંધ મકાનને ટાર્ગેટ બનાવી નકૂચા અને તાળા તોડી મકાનમાંથી રૂા.45000 ની કિંમતનો લેપટોપ તથા રૂા.5000 ની કિંમતની સોનાની બુંટી અને રૂા.3500 ની કિંમતના ચાંદીના 8 સીક્કા તથા રૂા.3000ની કિંમતના ચાંદીના સાંકળા તથા રૂા. 3400 ની કિંમતનું ચાંદીનું કડુ તથા રૂા.1500 ની કિંમતના ચાંદીના બટન મળી કુલ રૂા.61,400 ની કિંમતના દાગીના અને સામાનની ચોરી કરી ગયા હતાં. બહારગામથી પરત ફરેલા યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.એન. સિસોદીયા થતા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.