Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં રણજીતસાગર રોડ પર મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી

જામનગરમાં રણજીતસાગર રોડ પર મકાનમાંથી દાગીના અને રોકડની ચોરી

તસ્કરો સાડા ચાર તોલા સોનુ અને રોકડ રકમ ચોરી ગયા : ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં યુવાનના મકાનના દરવાજાનો નકૂચો તોડી રૂમમાં પ્રવેશ કરી સાડા ચાર તોલા સોનુ અને ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂા.1.16 લાખની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલી આશિર્વાદ સોસાયટીમાં રહેતાં મુંબઇના દઈસરના વતની જેસનભાઈ દિલીપભાઈ ગોરડિયા નામના યુવાનના ભાડાના મકાનમાં શનિવારની મધ્યરાત્રીના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને નીચેના માળે મુખ્ય દરવાજાના નકૂચા તોડી અંદર પ્રવેશ કરી બેડરૂમમાં રહેલા લાકડાના કબાટના લોકરમાં રાખેલા આશરે વીસ વર્ષ જૂનુ રૂા.1,12,500 ની કિંમતનું સાડા ચાર તોલા સોનુ તથા ચાંદીની કંકાવટી અને રૂા.3500 ની રોકડ રકમ મળી કુલ રૂા.1,16,200 ની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગે યુવાન દ્વારા જાણ કરાતા પીએસઆઇ બી.એસ.વાળા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular