પૂ. મહામંડલેશ્વર 1008 વિશ્વ ભારતીબાપુ જુનાગઢ બ્રહ્મલીન થતાં ધુનડા સતપુરણધામ આશ્રમના જેન્તીરામબાપાએ સંસ્મરણો યાદ કરી અશ્રુબિંદ સહ શ્રધ્ધાંજલિ અર્પણ કરી સદ્ભાવના વ્યક્ત કરી હતી અને જણાવેલ કે, પૂ. ભારતીબાપુ કે સૈધ્ધાંતિ અને આદર્શમય જેમનું જીવન હતું. ભારતીય સંત સંસ્કૃતિ અને સંસ્કાર જેમનું આત્મસિંચન અને સમર્પણ હતું. સર્વ સાધુ-સંત-પરંપરા અને પરિવાર જેમનું માનસ મંદિર હતું પ્રેમ અને સ્નેહ જેમની શક્તિ હતી. દરેક સમાજ માટે અથાગ પ્રેરણા અને પરિશ્રમ જેમનું કર્તવ્ય હતું સેવા અને સતકાર્યો જેમની શોભા હતી. એમના હૃદયકમળમાં સદાય ગુરુદેવનું ધ્યાન અને રટણ હતું એવા શ્રોતિય બ્રહ્મનિષ્ઠ અને કર્મનિષ્ઠ દિવ્ય બ્રહ્માત્માને ભાવપૂર્વક અશ્રુભિની શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.