Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયJEE Main ની પરીક્ષા કરાઈ મૌકુફ, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લેવાયો નિર્ણય

JEE Main ની પરીક્ષા કરાઈ મૌકુફ, કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લેવાયો નિર્ણય

- Advertisement -

કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ દ્રારા ટ્વીટ મારફતે જાણકારી આપવામાં આવી છે કે આગામી 24મે ના રોજ યોજનાર JEE Mainની પરીક્ષા કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે. JEE Main 2021 Exam ના બે સેશન અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં પૂરા થઈ ચૂક્યા છે. કોરોનાના વધતા કેસ બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાની માગણીને ધ્યાનમાં રાખીને નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પરીક્ષા હાલ મોકૂફ રાખી છે. 

- Advertisement -

એનટીએ જણાવ્યું કે જેઈઈ મેઈન 2021 ના બન્ને સત્રોની પરીક્ષા ફેબ્રુઆરી અને માર્ચમાં લેવાઈ ચૂકી છે. 27,28 અને 30 એપ્રિલે પરીક્ષા યોજવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને સ્થગિત કરી દેવાઈ છે. હવે જેઈઈ મેઈન મે 2021 પરીક્ષા પણ સ્થગિત કરવામાં આવી છે. આ પરીક્ષા 24 થી 28 મે 2021 ની વચ્ચે થવાની હતી.પરંતુ હાલની પરિસ્થિતિ અનૂકૂળ ન હોવાથી પરીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે.

આ પહેલા સોમવારે કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કોવિડ19 સામે લડવા માટે ડૉક્ટરોની ઉપલબ્ધતા વધારવા માટે મોટો નિર્ણય કર્યો હતો. જે મુજબ NEET-PG પરીક્ષા આશરે 4 મહીના સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular