JEE Mainના ત્રીજા અને ચોથા તબ્બકાની પરીક્ષાની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આજે રોજ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયાલ નીશંકે તારીખોની ઘોષણા કરી છે. તેમણે જણાવ્યું છે કે JEE Mainની ત્રીજા તબ્બકાની પરીક્ષા 20 જુલાઈથી 25 જુલાઈ અને JEE Main ની ચોથા તબ્બકાની તારીખો 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન લેવામાં આવશે.
જો કોઈપણ ઉમેદવારે અગાઉ અરજી કરી શક્યા ન હોય તો તેઓને પણ અરજી કરવાની તક આપવામાં આવશે. આવા ઉમેદવારો પ્રથમ તબક્કા માટે 6 જુલાઈથી 8 જુલાઇ સુધી અરજી કરી શકે છે. જ્યારે, ચોથા તબક્કાની અરજી 9 જુલાઈથી 11 જુલાઈ વચ્ચે કરી શકશે.
શિક્ષણ પ્રધાને કહ્યું, “બંને તબક્કાઓની અરજી પ્રક્રિયા દરમિયાન, વિદ્યાર્થીઓ તેમનું પરીક્ષા કેન્દ્ર પણ બદલી શકે છે. તમામ ઉમેદવારોને તેમની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર ઉપલબ્ધ કરાવવાનો અમારો પ્રયાસ રહેશે. અમે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો છે જેથી પરીક્ષા સોશિયલ ડીસ્ટન્સ સાથે લઇ શકાય.
આપને જણાવી દઈએ કે નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આ વર્ષથી ચાર સત્રોમાં જેઇઇ મુખ્ય પરીક્ષાઓ લેવાની જાહેરાત કરી હતી. જેમાં ફેબ્રુઆરી અને માર્ચમાં બે સત્રની પરીક્ષાઓ લેવાઈ ચુકી છે જયારે ત્રીજા અને ચોથા તબ્બકાની પરીક્ષાઓ એપ્રિલ અને મે માં યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જે મૌકુફ રખાતા જુલાઈ અને ઓગસ્ટમાં લેવાની જાહેરાત કરવામાં આવતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે.