Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજેસીઆઇ ઇન્ડિયાના ઝોન-7નું અર્ધવાર્ષિક સંમેલન યોજાયું

જેસીઆઇ ઇન્ડિયાના ઝોન-7નું અર્ધવાર્ષિક સંમેલન યોજાયું

- Advertisement -

જેસીઆઇ ઇન્ડિયાના ઝોન-7ના જેસીઆઇ વિસનગરના યજમાનપદે તાજેતરમાં અર્ધવાર્ષિક સંમલન (મીડકોન) યોજાયું હતું. આ સંમેલનમાં જેસીઆઇ જામનગરમાંથી પ્રેસિડેન્ટ જેએફએમ કૃણાલ સોની, જેસી ભાવિન જડિયા, જેસી ખીલન પાટલીયા, જેસી હિતેન મોનાણીએ ભાગ લીધો હતો તેમજ જેસીઆઇ જામનગરના પ્રથમ ઝોન પ્રેડિેન્ટ જેસીઆઇ સેનેટર હિતુલભાઇ કારીયા, ઝોન ઓફિસર જેસી હુઝેફા હજુરી, એડવાઇસર જેસી સમીર જાની ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંમેલનમાં જેસીઆઇ જામનગરને બેસ્ટ એક્ટિવિટી ફોટો કોન્ટેસ્ટ વિનર એવોર્ડ તેમજ આઉટ સ્ટેન્ડીંગ વર્ક ઇન બિઝનેસ એરિયા, હાઇસ્ટ નંબર ઓફ ઓથ ઇન ઇન્ટિગ્રેટી ડે, ઇન્ટરનલ ગ્રોથ એવોર્ડ, બેસ્ટ પ્રોજેકટ ઓફ હેલ્થ ચેકઅપ કેમ્પ, એપ્રિશીએશન એવોર્ડ ઓફ મેમ્બરશીપ, એપ્રિશિએશન સર્ટિફીકેટ ઓફ હોનેસ્ટી શોપ, એપ્રિશીએશન એવોર્ડ ફોર સેલિબ્રેશન ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે જેવા વિવિધ એવોર્ડ તથા રેકગ્નેશન પ્રાપ્ત થયા હતાં તેમજ જેસીઆઇ ઇન્ડિયાના પ્રેસિ. જેસી રાખી જૈનના હસ્તે લોમ ડિરેકટરી, બિઝનેસ ડિરેકટરીકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

આ સમગ ઉપલબ્ધિમાં જેસીઆઇ જામનગરના લીડર મનીષભાઇ રાયઠઠ્ઠા, કેરટેકર જેસી હેમાશુભાઇ જેઠવા, સંસ્થાના પ્રથમ ઝોન પ્રમુખ જેસીઆઇ સેનેટર હિતુલ કારીયા, સમીર જાની તેમજ જેસીઆઇ જામનગરના ભૂ.પૂ. પ્રમુખો કિ જેસીસ અને સમગ્ર સમગ્ર જેસીઆઇ જામનગરની ટીમનું યોગદાન મળવા બદલ સંસ્થાએ તેમનો આભાર માન્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular