ભારતીય સંસ્કૃતિમાં વ્રતો અને ઉત્સવોનું ખુબ મહત્વ દર્શાવાય છે. ત્યારે આજે અષાઢ સુદ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થયો છે. સૌભાગ્યની પ્રાપ્તિ માટે બહેનો આ વ્રત કરે છે. જમેાં પાંચ દિવસ મોળુ જમીને આ વ્રત કરવામાં આવે છે અને વ્રત દરમિયાન રોજે સવારે મહાદેવજીની પુજા કરી જવેરાની પુજા કરવામાં આવે છે. અષાઢ વદ બીજના રોજ આ વ્રતના છેલ્લાં દિવસે ભગવાનની પુજા કરી જવેરાને પાણીમાં પધરાવી સીધ્ધુ આપીને જાગરણ કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે. ત્યારે આજ સવારથી જ બહેનો ને ભગવાનની પુજા માટે મહાદેવજીના મંદિરમાં ભીડ જામી છે. યુવાન બહેનો સૌભાગ્યની પ્રાપ્તિ માટે ભગવાન શંકરના અને પાર્વતીજીની પુજા કરે છે. બહેનોમાં આ વ્રતને લઇને ખુબ જ શ્રધ્ધા, ભાવ અને ઉત્સાહ જોવા મળે છે.