Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતજવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તારીખો જાહેર

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાની તારીખો જાહેર

જવાહર નવોદય વિદ્યાલયમાં ધો.6 માટેની પ્રવેશ પરીક્ષા આગામી 11 ઓગસ્ટના રોજ યોજવામાં આવશે.      શિક્ષા મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

- Advertisement -

તમામ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોમાં  જવાહર નવોદય વિદ્યાલયોમાં સત્ર 2021-22 માટે ધો.6માં પ્રવેશને લઇને પરીક્ષા 11 ઓગસ્ટના રોજ યોજાશે. તમામ કોવીડ પ્રોટોકોલ અને  સાવધાનીઓ સાથે પરીક્ષા યોજવામાં આવશે.

 શિક્ષા મંત્રાલયે જણાવ્યું કે આ પરીક્ષાનું આયોજન 11હજાર 182 કેન્દ્ર પર કરવામાં આવ્યું છે. જેના માટે 2લાખ 41હજાર 9 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પરીક્ષા બાદ 47320 વિદ્યાર્થીઓને એડમીશન આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular