Monday, January 12, 2026
Homeરાજ્યનોકરીની ચિંતામાં જસાપરના આશાસ્પદ વિપ્ર યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી

નોકરીની ચિંતામાં જસાપરના આશાસ્પદ વિપ્ર યુવાને ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લેતા અરેરાટી

ભાણવડ તાલુકાના જસાપર ગામે રહેતા આશિષ વેણિલાલ ભોગાયતા નામના 21 વર્ષના બ્રાહ્મણ યુવાને રવિવારે સાંજના સમયે પોતાની વાડીએ એક ઝાડની ડાળી સાથે કેબલ વાયર બાંધી અને ગળાફાંસો ખાઇ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.

- Advertisement -

આ કરૂણ બનાવ અંગે મૃતકના પિતા વેણિલાલ કરસનભાઈ ભોગાયતા (ઉ.વ. 70) એ ભાણવડ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક આશિષને નોકરી બાબતે ટેન્શન હોય, તેમણે આ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર બનાવથી નાના એવા જસાપર ગામમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular