Monday, December 23, 2024
Homeરાજ્યઓખા-અમદાવાદ વચ્ચે આજથી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

ઓખા-અમદાવાદ વચ્ચે આજથી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન

- Advertisement -

પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના તહેવાર દરમિયાન અમદાવાદ-ઓખા વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-અમદાવાદ વચ્ચે શનિવારથી શરૂ કરાયેલી જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેનની વિગત આ પ્રમાણે છે. ટ્રેન નંબર 09435 અમદાવાદ-ઓખા સ્પેશિયલ તા.13, 17 અને 18 ઓગસ્ટ 2022 ના રોજ અમદાવાદ થી સાંજે 19:30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 04.00 કલાકે ઓખા પહોંચશે. આ જ રીતે ટ્રેન નંબર 09436 ઓખા-અમદાવાદ સ્પેશિયલ તા.14, 20 અને 21 ઓગસ્ટ 2022 ના રોજ ઓખા થી રાત્રે 23:45 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08:45 કલાકે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશાઓમાં ચાંદલોડીયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન નંબર 09435/36નું બુકિંગ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી ની વેબસાઈટ પર શરૂ છે. ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાથી સંબંધિત વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને જોઈ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular