Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં રવિવારે ખીજડા મંદિરે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન

Video : જામનગરમાં રવિવારે ખીજડા મંદિરે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન

જામનગરમાં જન્માષ્ટમીની નીકળશે ભવ્ય શોભાયાત્રા: 20 જેટલા ધાર્મિક ફલોટ્સ સાથે કૃષ્ણ જન્મના થશે વધામણા: શોભા યાત્રાના રૂટ પર ઠેર-ઠેર મટકીફોડ સ્વાગત માટે આયોજન

- Advertisement -

ભગવાન શ્રીકષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા નું 17 માં વર્ષે આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રવિવારે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજવા જઈ રહ્યું છે.

- Advertisement -

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેર ભરમાં 17 જેટલા જાહેર સ્થળોએ જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા જુદા જુદા સંસ્થા અને મહાનુભાવોના સહયોગથી 150થી વધુ બેનરો લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ઓટો રીક્ષા અને જાહેર સ્થળોએ સામાજિક અને રાજકીય અને સામાજિક અગ્રણીઓ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં આહવાન કરતા મોટા બેનર અને હોર્ડિંગ્સો પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા 5,000 થી વધુ બાઈક અને વિવિધ વાહનો માટે ભગવાન કૃષ્ણના રાઉન્ડ સ્ટીકર લગાવી કાનામયી વાતાવરણ બનાવવામાં આવ્યું છે. ત્યારે જન્માષ્ટમી પહેલા જ જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા માટે ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિ દ્વારા ધર્મ પ્રેમીઓને પણ પોતાના ફોટા સાથે શોભાયાત્રામાં જોડાવા અને ભગવાન શ્રીકૃષ્ણના ફોટા સાથે સેલ્ફી પોસ્ટ / સ્ટોરી માટે ઓનલાઇન ઈમેજ બનાવવા માટે વિિંાંત://સશિતવક્ષફાફિક્ષફળશ.જ્ઞલિ/તજ્ઞભશફહળયમશફાજ્ઞતતિં પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકો પોતાનો ફોટો અપલોડ કરી ડાઉનલોડ કરેલ ઇમેજને સોશિયલ મીડિયામાં શેરિંગ કરી રહ્યા છે.

શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા પૂર્વે આ વર્ષે શોભાયાત્રા તેમજ મટકી ફોડ અને સ્વાગત કાર્યક્રમને સુચારુંરૂપે દિવ્ય અને ભવ્યતા પૂર્વક યોજવા જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જામનગરમાં નીકળનાર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ની સાર્વજનિક શોભાયાત્રા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી 7, સપ્ટેમ્બર 2023 ના ગુરુવારે સવારે 9:00 કલાકે પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રામાં 20 જેટલા વિવિધ સંગઠનોના ધાર્મિક ફ્લોટ્સો જોડાવાના છે. આ ઉપરાંત 11 થી વધુ સ્થળોએ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ અને સ્વાગત માટે પણ એકંદરે આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંગે સૌ પ્રથમ વખત જામનગરમાં ગોકુળિયા જેવો માહોલ બનાવવા માટે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર, જામનગર ખાતે 3, સપ્ટેમ્બર, 2023ના રવિવારે સાંજે 7.00 વાગ્યે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માંચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

છોટીકાશી ગણાતા જામનગરમાં કૃષ્ણ જન્માષ્ટમીની 17માં વર્ષે નીકળનાર સાર્વજનિક શોભાયાત્રામાં જોડાનાર તમામ ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, રાજકીય અગ્રણીઓ અને ધર્મપ્રેમીઓનું ખાસ સંમેલન યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલભાઈ કારસરીયાની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular