જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાના સીએસસી સેન્ટર (જન સેવા કેન્દ્ર)નો આવતીકાલ તા. 11થી સંતો-મહંતો તથા મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પધારી મેગા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રારંભ કરાયેલ કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓના આવશ્યક લાભ પ્રદાન કરવાના હેતુ સાથે સ્વસ્થ ભારત નિર્માણના ધ્યેય સાથે આગળ વધી જામનગર-78 વિધાનસભા વિસ્તારમાં સીએસસી (જન સેવા કેન્દ્ર) સેન્ટરના ઉદ્ઘાટન સહિત હસ્તકલા તેમજ પરંપરાગત ટ્રેડના કારીગરો માટે (પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા કૌશલ સન્માન યોજના) અંતર્ગત મેગા કેમ્પનું આવતીકાલ તા. 11ના સવારે 10થી સાંજે 5 સુધી ધારાસભ્ય રિવાબા જાડેજા જનસંપર્ક કાર્યાલય, કુબેર એવન્યુ, પહેલા માળે, ગુરુદ્વારા ચોકડી, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ.પૂ. મહંત દેવપ્રસાદજી મહારાજ (આણદાબાવા સેવા સંસ્થા-જામનગર), પ.પૂ.ગો. વલ્લભરાયજી મહોદય (મોટીહવેલી-જામનગર), પ.પૂ. આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજ (નવનતપુરીધામ, ખીજડા મંદિર, જામનગર), પ.પૂ. કોઠારી ચત્રર્ભુજસ્વામિ સ્વામિનારાયણ જુના મંદિર, બેડી ગેઇટ સહિતના સંતો-મહંતોના હસ્તે આશિર્વાદ સાથે પ્રારંભ કરવામાં આવશે.
કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન માટે જરુરી ડોક્યુમેન્ટ, આધારકાર્ડ, આધારકાર્ડ સાથે લીંક મોબાઇલ નંબર, બેંકની વિગત, રેશનકાર્ડ, રજીસ્ટ્રેશન માટે મો. 99797 10917 પર સંપર્ક કરવો. આસપાસના વિસ્તારોમાં રહેતા કારીગરોને આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં પધારી મેગા કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા માટે ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી છે.