જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીના માર્ગદર્શન હેઠળ સેનીટરી ઈન્સ્પેકટરોની ચાર ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં 75 માઈક્રોનથી ઓછી ગુણવતા વાળું પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ, દુકાનધારકો, ધંધાર્થીઓ સામે પ્લાસ્ટિક જપ્તીકરણ / દંડનાત્મક કાર્યવાહી અંગેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી અનુસંધાને ચાલુ અઠવાડિયા દરમિયાન 30 આસામીઓ પાસેથી રૂા.14000 નો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમજ 53.5 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અવિરત ચાલુ રહેવાની હોય, જામનગર મહાનગરપાલિકા દ્વારા દરેક દુકાનદાર, વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.