જામનગર શહેરમાં મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર ડામર પેચવર્ક કરવાના કામ માટે રૂા. 75 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જયારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પ્રોજેકટ માટે ક્ધસ્લટન્ટની નિમણુંક કરવા રૂા. 90 લાખ ખર્ચવામાં આવશે.
ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 295 લાખના જુદા-જુદા ખર્ચને બહાલી આપવામાં આવી હતી. જેમાં ઉપર મુજબ શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર 75 લાખના ખર્ચે આસ્ફાલ્ટ પેચવર્ક કરવામાં આવશે. તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટની નિમણુંક કરવા 90 લાખ રૂપિયા ખર્ચ કરવાની મંજૂરી આપવામાં આવી છ.ે આ ઉપરાંત જુદા-જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ પર પેચવર્ક શહેરના માર્ગો પર સ્ટ્રીટ લાઇટના પોલ પર કીઓસ્ક બોર્ડ ગોઠવવા માટે નિર્ણય લેવામાં આવ્યો તો. જયારે આંતર માળખાકિય સુવિધાનો કામો માટે રૂા. 7 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું. કિઓસ્ક બોર્ડ અને જાહેરાતના હોર્ડિગ્સ મહાપાાલિકાને રૂા. 96 લાખની આવક થશે. આજની બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર કિષ્નાબેન સોઢા, ડે. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.