જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ઓવરબ્રિજનું લોકાર્પણ થતાં જ પ્રથમ સાંજથી જ શહેરમાં જાણે તહેવારનો માહોલ સર્જાયો. સુશોભિત અને જગમગ કરતી લાઇટિંગ વચ્ચે લોકો મોટી સંખ્યામાં આ નવા અવરબ્રિજની સફર માણવા ઉમટી પડ્યા.
View this post on Instagram
પરિવારો, યુવાનો અને બાળકો માટે આ બ્રિજ પહેલી જ રાતે આકર્ષણનો કેન્દ્ર બની ગયો, દરેકને બસ એક જ ઉત્સાહ, નવો બ્રિજ જોવા અને તેની રાત્રીની રોશનીની મજા માણવાની.
સાત રસ્તા સર્કલ પાસે તો ખાસ કરીને ભીડનો માહોલ જોવા મળ્યો, જ્યાં લાઇટિંગની છટામાં લોકોએ સેલ્ફી અને ફોટોશૂટ કરતા જાણે નવો “સેલ્ફી સ્પોટ” જ ઉભો થયો હોય તેમ લાગ્યું.
જામનગરવાસીઓ માટે આ ઓવરબ્રિજ માત્ર પ્રવાસનો રસ્તો નહીં પરંતુ વિકાસનું નવું પ્રતિક અને આનંદનું નવું સ્થળ બની ગયો છે.


