Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરHMPV વાઈરસના આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એકશનમાં

HMPV વાઈરસના આક્રમણ સામે જામનગરનું આરોગ્ય તંત્ર એકશનમાં

જી. જી. હોસ્પિટલના સુપ્રિ. અને ડીન દ્વારા તબીબો સાથે બેઠક : 30 બેડના બે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાશે : તબીબી સ્ટાફ, સાધનો, દવા સહિતની જરૂરિયાતની વસ્તુઓની સમીક્ષા કરાઈ

- Advertisement -

વિશ્વને કોરોના વાઈરસના ભરડામાં નાખનાર ચીનમાંથી વધુ એક હ્યુમન મેટાન્યુમો વાઈરસનો ફેલાવો ચિંતાજનક રીતે થયો છે અને આ વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઇ છે. કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક કેસ નોંધાતા મોટાભાગના રાજ્ય એલર્ટ થઈ ગયા છે. જો કે અમદાવાદમાં બે માસના બાળકના પોઝિટિવ બાળની સ્થિતિ સુધારા પર છે. ત્યારે આ વાયરસની સામે જામનગરની જી. જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે તબીબોની ટીમ સાથે બેઠક યોજી કોઇપણ સ્થિતિને પહોંચી વળવા તૈયારી શરૂ કરી દીધી છે. જી. જી. હોસ્પિટલમાં 30 બેડના બે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવશે.

- Advertisement -

ચીનમાંથી હ્યુમન મેટાન્યુમો વાઈરસ (HMPV) વાઈરસની ગુજરાત અને કર્ણાટક સહિત ભારતમાં એન્ટ્રી થવાથી ગભરાટ ફેલાઇ ગયો છે. અમદાવાદમાં બે માસના બાળકને HMPV પોઝિટિવ આવ્યા બાદ તેની સ્થિતિ સુધારા પર છે ઉપરાંત કર્ણાટકમાં ત્રણ અને આઠ માસના બે બાળકોને આ વાઈરસે ઝપેટમાં લીધા છે. ચીનથી આવેલા વધુ એક વાઇરસે ભારતમાં ચિંતા ફેલાવી દીધી છે. જો કે આ HMPV વાઇરસ કોરોના જેટલો ખતરનાક નથી પરંતુ, તેમ છતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભારતમાં વાઈરસની એન્ટ્રીની સાથે સાથે ગુજરાતના અમદાવાદમાં પણ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્ય સરકાર એલર્ટ મુડમાં આવી ગઇ છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગને સચેત રહેવાની સૂચના બેઠક યોજી આપી દીધી હતી.

રાજ્યની સાથે સાથે જામનગરનું આરોગ્ય વિભાગ પણ સાવચેત થઈ ગયું છે અને ચીનથી ત્રાટકેલા નવા HMPV વાઈરસ સામે સુરક્ષા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં જી. જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. દિપક તિવારી, મેડકીલ કોલેજના ડિન ડો. નંદીની દેસાઈ, ડો. એસ.એસ. ચેટરજી તથા હોસ્પિટલના તબીબોની બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી. જેમાં HMPV વાઈરસ માટે એક અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવામાં આવશે ઉપરાંત તબીબો દ્વારા આ વાઈરસ કોરોના જેવો ખતરનાક ન હોવાનું અને આ વાઈરસની ઓળખ વર્ષ 2001 માં જ થઈ ચૂકી છે. પ્રજાને આ વાઈરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.વાઈરસ સંદર્ભે જિલ્લાની સરકારી હોસ્પિટલો, મેડીકલ કોલેજ, સલગ્ન હોસ્પિટલો ખાતે અલગ વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે-સાથે વાઈરસથી બચવા માટે અને સલામતી માટેની જાણકારીઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ઉપરાંત આ વાઈરસ ખાસ કરીને શિયાળામાં વધુ ફેલાઈ છે અને નાના બાળકો તથા વૃદ્ધમાં જલ્દી દેખાઈ છે વાઈરસના સામાન્ય લક્ષણોમાં શરદી- અને ફલુનો સમાવેશ થાય છે.

- Advertisement -

વાઈરસ કેવી રીતે ફેલાય છે ?

HMPV વાઈરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે અને વાઈરસ હોય તેવી વસ્તુઓના સ્પર્શ કરવાથી પણ ચેપ લાગી શકે છે. કોઇ વ્યકિત આ વાઈરસથી સંક્રમિત હોય અને તેને છીક કે ઉધરસ આવે તો વાઈરસના કિટાણુઓ હવામાં અન્ય વ્યક્તિઓ સુધી પહોંચી શકે છે અને સંક્રમિત દર્દીને કોઇપણ ભેટે, હાથ મીલાવે, દરવાજાના હેન્ડલ, કિબોર્ડ કે કોઇપણ વસ્તુને સ્પર્શ કરે તો તેમાં વાઈરસના કિટાણુ છોડી જાય છે અને તેના સંપર્કમાં આવનારી વ્યક્તિને આ વાઈરસનો ચેપ લાગી શકે છે. તેમજ કોરોનાની જેમ જ આ વાઈરસના સેમ્પલ પણ નાક તથા ગળામાંથી લેવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular