Tuesday, December 24, 2024
Homeરાજ્યઅંડર-16 ટુર્નામેન્ટમાં રાજકોટ રૂરલ સામે જામનગરનો આઠ વિકેટે વિજય

અંડર-16 ટુર્નામેન્ટમાં રાજકોટ રૂરલ સામે જામનગરનો આઠ વિકેટે વિજય

રાજકોટ રૂરલ 175 રનમાં ઓલઆઉટ : જામનગર વતી શિવમ કણઝારીયાએ ચાર તથા વિશ્ર્વરાજ જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી : જામનગર વતી કેરવ રાવલના 96 રન તથા હર્ષ ત્રિવેદીના 58 રન

- Advertisement -

જામનગરના ક્રિકેટ બંગલામાં બીસીસીઆઇ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજિત અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગઇકાલે બુધવારે જામનગરની ટીમે રાજકોટ રૂરલને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. જેમાં જામનગરની ટીમ વતી કેરવ રાવલ 96 રન તથા હર્ષ ત્રિવેદી 58 રને અણનમ રહ્યાં હતાં.

- Advertisement -

બીસીસીઆઇ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે બુધવારે ક્રિકેટ બંગલા ખાતે જામનગર અને રાજકોટ રૂરલ વચ્ચે મેચ યોજાયો હતો. જેમાં રાજકોટ રૂરલની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજકોટની ટીમ 175 રનમાં ઓલઆઉટ થઇ હતી. જામનગરની ટીમ વતી શિવમ કણઝારીયાએ 10 ઓવરમાં 34 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વિશ્ર્વરાજ જાડેજાએ 10 ઓવરમાં 40 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
176 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જામનગરની ટીમે માત્ર 2 વિકેટ ગુમાવી લક્ષ્ય પ્રાપ્ત કરતાં વિજય મેળવ્યો હતો. જામનગરની ટીમે 2 વિકેટ ગુમાવી 179 રન બનાવતાં 8 વિકેટે જીત મેળવી હતી. જેમાં કેરવ રાવલના શાનદાર 96 રન તથા હર્ષ ત્રિવેદીના 58 રન રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular