Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરનાં દિવ્યરાજ ચૌહાણના ધૂંઆધાર 143 રન એળે ગયાં !

જામનગરનાં દિવ્યરાજ ચૌહાણના ધૂંઆધાર 143 રન એળે ગયાં !

તાજાવાલા ટ્રોફી ઇન્ટર-ડીસ્ટ્રીકટ વન-ડે ટુર્નામેન્ટના પ્રથમ કવાર્ટર ફાઇનલમાં રાજકોટ રૂરલનો વિજય

- Advertisement -

તાજાવાલા ટ્રોફી ઇન્ટર-ડીસ્ટ્રીકટ વન ડે ટુર્નામેન્ટમાં ગુરૂવારે બે કવાર્ટર ફાઇનલ મેચ રમાયા હતા. જેમાં રાજકોટ રૂરલ અને કચ્છ રૂરલે જીત મેળવી સેમિફાઇનલ મેચમાં જામનગરે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 309 રન કર્યા હતા. જેમાં દિવ્યરાજ ચૌહાણે 110 બોલમાં 143 રન, વિશ્ર્વરાજસિંહ જાડેજાએ 55 રનકર્યા હતા. જયારે રાજકોટના રૂરલના દીપરાજ ચુડાસમાએ 3 અને કુલદીપ રાવલ, શૌર્ય સાણંદિયાએ 2-2 વિકેટ મેળવી હતી. જયારે રાજકોટ રૂરલે 310નો ટાર્ગેટ 43.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પૂરો કરી લીધો હતો. જેમાં સ્નેલ પટેલના 107, કિષ્નકાંત પાઠકના 101 રન હતા. બીજા કર્વાટર ફાઇનલ મેચમાં કચ્છ રૂરલે 244 રન કર્યા હતા. દિનેશ નાકરાણીએ 73, સૌરીષ ચક્રબોર્તિના 54 રન હતા. પોરબંદરના સચિન પરમારે 3 તેમજ સાગર પરમાર અને દેવેન્દ્ર પોરિયાએ 2-2 વિકેટ મેળવી હતી. બીજી તરફ પોરબંદરની ટીમ 240 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. સચિન મેવાડએ 62 રન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular