જેસીઆઇ જામનગર તથા જામનગર વિશા શ્રીમાળી સોની સમાજ તેમજ જામનગર મહાનગરપાલિકા (ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્ર)ના સહયોગ દ્વારા નિ:શૂલ્ક પ્રાથમિક નિદાન કેમ્પ તથા કોરોના રસિકરણ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 વર્ષથી ઉપરની ઉંમરની દરેક વ્યક્તિઓ કેમ્પ સ્થળ પર જ સ્પોટ રજીસ્ટ્રેશનથી રસી આપવામાં આવી હતી.
તેમજ પ્રાથમિક ચેકઅપ જનરલ સર્જન તથા ફિઝિશિયન વગેરેના રોગ માટે ડોકટરની ટીમો દ્વારા તપાસ કરી યોગ્ય માર્ગદર્શન તેમજ જરુરી દવાઓ આપવામાં આવી હતી. જેમાં બ્લડપ્રેશર, ડાયાબીટીસ વગેરેની તપાસ ફ્રી કરી આપવામાં આવી હતી. આ કેમ્પનો જેસીઆઇ જામનગરના પ્રમુખ કૃણાલ સોની, અગ્રણી વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, વોર્ડ નં. 9ના કોર્પોરેટર ધીરેનભાઇ મોનાણી, સોની સમાજના મહિલા અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર રીટાબેન ઝિંઝુવાડીયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટય કરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.