કોરોના મહામારી અને ઓછા મુસાફરો ને ધ્યાને લઇ રેલવે દ્વારા જામનગર-વડોદરા-જામનગર ટ્રેન 19 એપ્રિલ થી રદ્દ કરવામાં આવી છે. રાજકોટ ડીવીઝન ના સીનીયર DCM અભિનવ જૈફ ના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 02960 જામનગર-વડોદરા સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન તથા ટ્રેન નંબર 02969 વડોદરા – જામનગર સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન તારીખ 19 એપ્રિલથી નવી સુચનાના આવે ત્યાં સુધી રદ્દ કરવામાં આવી છે.