Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતજામનગર-તિરૂનવેલી તથા ઓખા-અર્ન્નાકુલમ ટ્રેન આજે રદ્

જામનગર-તિરૂનવેલી તથા ઓખા-અર્ન્નાકુલમ ટ્રેન આજે રદ્

- Advertisement -


કોંકણ રેલવેમાં રોહા-રત્નાગીરી સેકશનમાં થયેલ ભુસ્ખલનને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં જામનગરને અસર કરતી બે ટ્રેનો પણ રેલવે દ્વારા રદ્ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર તા. 23 જુલાઇની અર્ન્નાકુલમ-ઓખા ટ્રેન રદ્ કરવામાં આવી હતી. જેના કારણે રેક ઉપલબ્ધ ન હોવાને કારણે તા. 24 જુલાઇની ટ્રેન નં. 06337 ઓખા-અર્ન્નાકુલમ સ્પેશ્યલ ટ્રેન રદ્ કરવામાં આવી છે.

- Advertisement -

આ ઉપરાંત તા. 23 જુલાઇની મંડગાવ-હાપા ટ્રેન રદ્ કરવામાં આવી હતી. જેના કારણે રેક ઉપલબ્ધ ન હોવાથી તા. 24 જુલાઇની જામનગરથી ઉપડનાર ટ્રેન નં. 09578 જામનગર-તિરૂવંનવેલી સ્પેશ્યલ ટ્રેન પણ રદ્ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular