જી.આઈ.ડી.સી. ફેસ 3 રાજકોટ ખંભાળીયા, બાયપાસ રોડ ટેક – ફેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ મેગા ફેરમાં 250-300 સ્ટોલ છે, જેમાં દેશભરના ઉદ્યોગકારો દ્વારા તેમની પ્રોડકટસ અને અદ્યતન મશીનરી નું પ્રદર્શન કરવામાં આવશે.
જામનગરમાં છેલ્લા 50 વર્ષથી 10 હજાર થી વધુ બ્રાસપાર્ટના નાના- મોટા ઉદ્યોગો કાર્યરત છે. જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા જામનગરના ઉદ્યોગોને નવી ટેક્નોલોજી અંગે માર્ગદર્શન અને નવીનીકરણ કરી શકે તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં અનેક નાની-મોટી ઔદ્યોગિક સંસ્થાઓ પણ જોડાયેલી છે.
જેમાં ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડ, ઈન્ડસ્ટ્રીયલ એકસટેન્શન બ્યુરો ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, મિનીસ્ટ્રી ઓફ એમ.એસ.એમ.ઈગર્વર્મેન્ટ ઓફ ઈન્ડીયા, ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી, ધી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લીમીટેડ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ગુજરાત, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ એન્જીનિયરીંગ એસોસિએશન, જામનગર એકઝીમ મેટલ મરચન્ટ એસોસિએશન, જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસોસિએશન, મશીન ટુલ્સ મેન્યુ ફેક્ચર્સ એસોસિએશન, જામનગર ઈલેકટ્રોપ્લેટર્સ એસોસિએશન, સાપર વેરાવલ ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, જી.આઈ.ડી.સી. (લોધીકા) ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, જામનગર સહકારી ઉદ્યોગ સંગ લીમીટેડ, સાઉથન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પણ ભાગ લઈ રહી છે. સમગ્ર આયોજનને ઈન્ડસ્ટ્રીયલ કમિશનરેટગ વર્નમેન્ટ ઓફ ગુજરાતનો સહયોગ મળી રહયો છે.
આ આયોજન જી.આઈ.ડી.સી. પ્લોટ અને શેડ હોલ્ડર્સ એસોસિએશન (દરેડ) અને લઘુ ઉદ્યોગ ભારતી સાથે સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઈન્ડીયા જોડાયેલ છે.
આ જામનગર ટેક ફેસ્ટ તા. 4 જાન્યુઆરીના રોજ સવારે 9:30 કલાકે 5 નવતનપુરી ધામના આચાર્ય કૃષ્ણપ્રણામી સંપ્રદાય,જગતગુરૂ 108 શ્રી કૃષ્ણમણિજી મહારાજના આર્શિવચન સાથે ગુજરાત રાજયના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લાના સાંસદપૂનમબેન માડમ દ્વારા ખૂલ્લો મુકાયો. આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઈ અક્બરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા તેમજ જામનગર શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા સહીતના અનેક ઉદ્યોગપતિઓ તેમજ ઔદ્યોગિક સંસ્થાઓના હોદેદારો અને મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. તેમજ ચેમ્બર ઓફ કોર્મસના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા પણ હાજર રહયા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સએસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, મંત્રી વિશાલભાઈ લાલકીયાલ સહમંત્રી વિપુલભાઈ હરીયા, ખજાનચી દિનશેભા ઈનારીયા, લઘુ ઉદ્યોગભારતીના પ્રમુખ રાજેશભાઈ ચોવટીયા, ઈવેન્ટ ચેરમેન જીગ્નનેશભાઈ વિરાણી, ઈવે ન્ટવાઈસ ચેરમેન કેતનભાઈ બોરસદીયા સાથે બન્ને સંસ્થાઓની સમિતિના સભ્યો જહેમત ઉઠાવી રહયા છે.
આશરે 2 મહિનાથી અમારા બન્ને એસોસિએશનની કારોબારીના સભ્યો ખંભે-ખંભો મિલાવીને જહેમત ઉઠાવી રહયા છે. અમારી ટીમ 50 થી 60 સભ્યોની ટીમ છે.આ અમારૂ એકઝીબીશન લગભગ 50,000 મીટરમાં આયોજન કરવામાં આવેલ છે 13 ડોમ સાથે અલગ અલગ નવી મશીનરી, ટેક્નોલોજીના લાઈવ મશીન જોવા મળશે તેમજ અલગ-અલગ ઈન્ડેકશન કંપનીઓ પોતાની ટેક્નોલોજી માહિતગાર કરશે.