Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર પોલીસ અધિક્ષક ગરબે રમ્યા...VIDEO

જામનગર પોલીસ અધિક્ષક ગરબે રમ્યા…VIDEO

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા આ વર્ષે પોલીસ હેડકવાર્ટર ખાતે શરદ પૂનમની પૂર્વ સંધ્યાએ જામનગર જિલ્લા પોલીસ પરિવાર માટે ગરબા મહોત્સવ 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પરિવારના ગરબા મહોત્સવમાં કવિતા ઝાલા અને નરેશ વાઘેલાના સુરે પોલીસ અધિક્ષક, ડીવાયએસપી, પોલીસ ઈન્સ્પેકટર, સબ ઈન્સ્પેકટર તથા પોલીસ પરિવારના મહિલાઓ અને બાળકો શુક્રવારે રાત્રિના ગરબા મહોત્સવમાં ગરબે રમ્યા હતાં. કાર્યક્રમ પૂર્વે પોલીસ અધિક્ષક દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. જેમાં ડીવાયએસપી જે.એન. ઝાલા, એમ.બી. સોલંકી અને ડી પી વાઘેલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વર્ષે પ્રથમ વખત જ રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ પરિવાર દ્વારા એક દિવસીય ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular