જામનગર શહેરમાં ઈદ જેવા તહેવારોને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ફૂલપ્રૂફ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને દરબારગઢ વિસ્તાર, ચાંદી બજાર અને આસપાસના વ્યસ્ત બજારોમાં એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
View this post on Instagram
આ દરમિયાન સિટી ‘એ’ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમો સાથે જોડાયા હતી . મોટા પોલીસ ગાડીના કાફલા સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. નવા એસપી ડો. રવિ મોહન સૈનીએ સ્વયં શહેરના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષાની સ્થિતિનો જાતે જ અભ્યાસ કર્યો.
તંત્ર દ્વારા આ કાર્યવાહી તહેવારો દરમિયાન શાંતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર હાથ ધરવામાં આવી હતી.


